લેખ / પેપર મોકલવા બાબતની અગત્યની સુચનાઓ ……
૧. સંશોધન લેખ/પેપર સોફ્ટકોપીમાં M.S Word ફાઇલમાં એટેચમેન્ટ સ્વરૂપે ફક્ત ઑનલાઇન ફોર્મ મારફત જ મોકલવાના રહેશે. ઇમેલ પર કે અન્ય કોઇપણ રીતે મોકલવામાં આવેલ લેખ સ્વીકારવામાં આવશે નહીં.
૨. ગુજરાતી ભાષામાં શ્રુતિ, ફોન્ટ સાઈજ-૧૦, અંગ્રેજી માટે ટાઈમ્સ ન્યુ રોમન, ફોન્ટ સાઈજ-૧૦, અને હિન્દી / સંસ્કૃત ભાષા માટે ફક્ત મંગલ ફોન્ટ, ફોન્ટ સાઈજ-૧૨, નો જ ઉપયોગ કરવાનો રહેશે. અન્ય ફોન્ટમાં ટાઇપ થયેલ લેખ/પેપર પ્રકાશિત કરવામાં આવશે નહીં. લાઈન સ્પેસ ૧.૫ રાખવો.
૩. સંશોધન લેખ/પેપરમાં સંદર્ભ લેખના અંતે જ આપવાના રહેશે. Footnote સ્વરૂપે આપવામાં આવેલ સંદર્ભો વાળા લેખ/પેપર પ્રકાશિત થશે નહીં. સંદર્ભ MLA કે APA સ્વરૂપમાં જ હોવા જોઇશે.
૪. સબમિટ થયેલ લેખ/પેપર પિયર રિવ્યુ થયા બાદ યોગ્ય જણાશે તો જ પ્રકાશિત કરવામાં આવશે. એકવાર લેખ/પેપર કે રચના સબમિટ કર્યા બાદ ત્યાર પછીના અંકમાં પ્રકાશિત ન થાય તો જે તે લેખ/પેપર કે રચના સ્વિકારવામાં આવેલ નથી. આથી વારંવાર એક જ લેખ/પેપર કે રચના સબમિટ કરવી નહીં.
૫.સબમિશન નીચે જણાવેલ શબ્દ મર્યાદામાં હોવું જોઇશે:
રિસર્ચ પેપર/આર્ટીકલ : ૫૦૦૦ થી ૭૦૦૦ શબ્દો
૬.શબ્દદક્ષા ઈ-જર્નલમાં પ્રકાશિત લેખોના વિચારો અને અભિપ્રાયોની જવાબદારી લેખકની છે.
૭. સ્વીકૃતિની અગાઉથી જાણ કરવામાં આવતી નથી. આ તો અંક પ્રકાશિત થશે ત્યારે જ ખબર પડશે.
૮. આલેખ / રીસર્ચ પેપર પ્રકાશિત કરવા માટે કોઈ પ્રકાશન ફી લેવામાં આવતી નથી.
૯. અગાઉ અન્ય કોઈ જર્નલ/ પત્રિકા/ પુસ્તકમાં છપાયેલ લેખો ફરી મોકલવા નહીં.
૧૦. ભાષા સંબંધિત ભૂલો અને સાહિત્યચોરીની સમગ્ર જવાબદારી લેખકની રહેશે. જેથી પ્રૂફ કર્યા પછી જ ફાઈલ ઉપલોડ કરવી.